મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે


SHARE





















મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણી જગ્યાએ બિલાડીના ટોપની જેમ પત્રકાર ફૂટી નીકળ્યા છે અને તેમાં પત્રકારત્વની આડમાં પત્રકાર તરીકે ખોટી ઓળખ આપીને લોકો પાસેથી યેનકેન પ્રકારે બળજબરીપૂર્વક નાણાં પડાવવામાં આવતા હોય છે આવો જ ઘાટ મોરબીમાં પણ સર્જાયો હતો જેમાં “મોરબી ટાઈમ્સ” નામથી ફેસબુક પેજ બનાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ યેનકેન પ્રકારે લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા જેથી આ કહેવાતા પત્રકાર સામે પોલીસે પાસા દરખાસ્ત મૂકી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે પાસા હેઠળ આરોપીને પકડીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં ચીચાકંદોઈ શેરી ખાતે રહેતા અને પત્રકાર તરીકે ઓળખ આપતા વિશાલ પ્રદીપભાઈ સેજપાલ (42) દ્વારા મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને લોકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ અને આક્ષેપો કરવામાં આવેલ હતા અને તેના દ્વારા પોતાના ફેસબુક પેજ ઉપર સગીર બાળકોના વીડિયો અપલોડ કરવાનો પણ ગુનો નોંધાયેલ છે જેથી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પાસા હેઠળ આરોપી વિશાલ પ્રદીપભાઈ સેજપાલની અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં તેને સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.










Latest News