મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા


SHARE































મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા

મોરબીમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વોર્ડ નં. 1ના વાવડી ગામ ખાતે ડ્રેનેજ, ભૂગર્ભ વ્યવસ્થા સહિતની કમગિરિની મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી.

આ તકે સંબંધિત વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રેનેજ વ્યવસ્થા અને સ્થાનિક પ્રશ્નો અંગે સ્થળ પર જ ચર્ચા કરી જરૂરી કામગીરી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, લાઇટિંગ સમિતિના ચેરમેન જયદીપભાઈ મહેતા, ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનીતભાઈ કુંડારિયા, પરેશભાઈ રૂપાલા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓ વધુ સુદૃઢ બને અને સ્થાનિક નાગરિકોને સુવિધા મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.












Latest News