મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત


SHARE































મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ પ્રેમજીનગર ગામના ગેટ પાસેથી મહિલા અને બાળકી બંને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સાત વર્ષની બાળકીને આઇશરના ચાલકે હડફેટે લેતા બાળકીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે બાળકીનું મોત નિપજ્યું હતું. હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હીરાભાઈ જગાભાઈ ખરગીયા (27)એ ટ્રક આઇસર નં જીજે  11 વીવી 8051 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગર નજીક ફરિયાદીની સાત વર્ષની દીકરી ધ્રુવી તથા સાહેદ જશુબેન બંને પ્રેમજીનગર ગામના ગેટ પાસેથી હાઇવે રોડ ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આઇસરના ચાલકે ફરિયાદીની દીકરીને હડફેટે લીધી હતી અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીની દીકરીને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News