મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સંસ્કાર હોલ ખાતે ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલા સશક્તિકરણની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં શહેરની 200 થી વધુ ઉત્સાહી મહિલાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ધર્મિષ્ઠાબેન કડીવાર (AEI વર્ગ-2 અધિકારી) અને સદભાવના હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ.હેમાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કેમહિલા હંમેશાં પરિવાર અને સંબંધોને પ્રથમ સ્થાને રાખતી હોય છેપરંતુ પોતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને સ્વ-વિકાસને પ્રાથમિકતા આપવી પણ એટલી જ જરૂરી છે. જો એક મહિલા સ્વસ્થ અને સશક્ત હશે તો જ તે આખા પરિવારને સશક્ત બનાવી શકશે. તેમણે પોતાના જીવનના અનુભવો અને પ્રેરણાદાયી વિચારો ઉપસ્થિત બહેનો સાથે શેર કર્યા હતા. ત્યાર બાદ બહેનો માટે અવનવી મનોરંજક રમતોસરપ્રાઇઝ ભેટો અને સાંસ્કૃતિક આનંદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ક્લબના આયોજકોએ જણાવ્યું હતું કેસમાજના દરેક વર્ગની મહિલાઓ આ મંચ સાથે જોડાઈ શકે અને પોતાના સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરી શકે તેવા આશયથી માત્ર 500 જેવા અત્યંત નજીવા વાર્ષિક દરે આખા વર્ષની મેમ્બરશિપ આપવામાં આવી રહી છે.




Latest News