વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો મોરબીના વીસીપરા વિસ્તારમાં જુદાજુદા ટ્રેકટરોમાંથી 6 બેટરીની ચોરી હળવદના પ્રતાપગઢ ગામે ભૂલથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત: આમરણ ગામના આધેડને શ્વાસ લેવા તકલીફ થાય બાદ મોત મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં જુદાજુદા ટ્રેકટરોમાંથી 6 બેટરીની ચોરી


SHARE





મોરબીના વીસીપરા વિસ્તારમાં જુદાજુદા ટ્રેકટરોમાંથી 6 બેટરીની ચોરી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેનું ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યું હતું તેના ટ્રેકટરમાંથી અને અન્ય ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી 42 હજાર રૂપિયાની કિંમતની છ બેટરીની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર શેરી નં-1 રોહીદાસ પરામાં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા (36)એ અજાણ્ય શખ્સની સામે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર નજીક પોતાનું ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યું હતું તેમાંથી બેટરીની ચોરી કરવામાં આવેલ છે તે ઉપરાંત અલગ અલગ ટ્રેક્ટરમાંથી કુલ મળીને છ બેટરી જેની કિંમત 42 હજાર રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ગળાફાંસો ખાવાનો કર્યો પ્રયાસ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ઇમરાન કાસમભાઇ જીંગીયા (20) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામા આવી હતી

દવા પી જતાં સારવારમાં

મોરબીના શક્તિનગર રવાપર નદી ગામે શોભનાબેન દિનેશભાઈ (43) નામના મહિલાએ કોઈ કરણસર દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જયારે મોરબીના રાજપર ગામે રહેતા સુરેશભાઈ પસરાભાઈ (18) નામનો યુવાન કોઈપણ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 

અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરપૂર રોડે રહેતા મેઘરાજભાઈ બંસીલાલ યોગી (35) નામના યુવાનને લધીરપુર રોડ ઉપર અનમોલ સીરામીક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News