વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો મોરબીના વીસીપરા વિસ્તારમાં જુદાજુદા ટ્રેકટરોમાંથી 6 બેટરીની ચોરી હળવદના પ્રતાપગઢ ગામે ભૂલથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત: આમરણ ગામના આધેડને શ્વાસ લેવા તકલીફ થાય બાદ મોત મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

હળવદના પ્રતાપગઢ ગામે ભૂલથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત: આમરણ ગામના આધેડને શ્વાસ લેવા તકલીફ થાય બાદ મોત


SHARE





હળવદના પ્રતાપગઢ ગામે ભૂલથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત: આમરણ ગામના આધેડને શ્વાસ લેવા તકલીફ થાય બાદ મોત

હળવદના પ્રતાપગઢ ગામે રહેતા વૃદ્ધને દેખાતું કે સંભળાતું ન હોય તેવો પાણીની તરસ લાગી હતી જેથી પાણીયારે પાણી પીવા માટે ગયા હતા ત્યારે ત્યાં પડેલી એસિડની બોટલમાંથી ભૂલથી એસિડ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જ્યારે મોરબીના આમરણ ગામે રહેતા આધેડ ગાડીમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા આ બંને બનાવોની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા મગનલાલ અરજણભાઈ ફુલતરીયા (77) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને પાણીની તરસ લાગી હતી અને તેમને વયોવૃદ્ધ હોવાના કારણે બરાબર સંભળાતું કે દેખાતું ન હોય તેવો પાણી પીવા પાણીયારે ગયા હતા ત્યારે ત્યાં પડેલી એસિડની બોટલમાંથી ભૂલથી તેઓ પાણી સમજીને એસિડ પી ગયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરા કાંતિલાલ મગનલાલ ફૂલતરીયા (49) રહે આનંદ બંગલોઝ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા કમલેશભાઈ ટપુભાઈ મેરજા (50) નામના આધેડ મોરબી તાલુકાના માણેકવાડા ગામ પાસેથી ગાડીમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણોસર તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી




Latest News