માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા
મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત
SHARE
મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત
મોરબીના રંગપર ગામ પાસે વાડીએ રહીને મજૂરી કામ કરતા આધેડ મહિલા કોઈપણ કારણોસર વાડીની બાજુમાં આવેલ ખેત તલાવડીના પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં બાવનજીભાઈ કુંડારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઘીંચાબેન નૂરજીભાઈ રાઠવા (50) નામના આધેડ મહિલા વાડીની બાજુમાં આવેલ ખેત તલાવડીમાં કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને સૂરધનભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારી ઇજા
મોરબીમાં સામાકાંઠે આવેલ વર્ધમાન સોસાયટીમાં રહેતા દિનેશભાઈ અમરશીભાઈ સોરીયા (56) નામના આધેડને સોસાયટીમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી 108 મારફતે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને તેઓને સારવાર આપીને આ બનાવ પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારી ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ પરમાર (36) નામના યુવાનને રાત્રિના એક વાગ્યાના અરસામાં ભગવાનજીભાઈ, ચેતન તથા નિધિબેને કોઈપણ કારણોસર લાકડી વડે મારમાર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી