મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત
મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત
SHARE
મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત
મોરબીના ઉંચી માંડલ ગામ પાસે કારખાના નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ક્રેનના ચાલકે યુવતીને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થઈ હતી અને ઇજાગ્રસ્ત યુવતીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ મેપ્સ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ઉર્મિલાદેવી સુરેશકુમાર ગૌતમ (21) નામની યુવતી રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કારખાના પાસે હતી ત્યારે ત્યાં ક્રેનના ચાલકે તેને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવતીને ગંભીર ઇજા થઈ હતી જેથી યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના ઊંચી માંડલ ગામે રહેતો અલ્કેશભાઇ રાજકુમાર યાદવ (30) નામનો યુવાન મેપ્સ ગ્રેનાઈટો નામના કારખાનામાં રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કામકાજ દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબીમાં રહેતા સોહેલખાન (27) નામના યુવાનને સર્કિટ હાઉસ પાસે અજાણ્યા માણસ દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલા યુવાનને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી