વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં 1.75 કરોડના ખર્ચે કાયાપલટ કરાયેલ સૂરજબાગનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે કરાયું લોકાર્પણ


SHARE





























મોરબીમાં 1.75 કરોડના ખર્ચે કાયાપલટ કરાયેલ સૂરજબાગનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે કરાયું લોકાર્પણ

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ આજે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે સૂરજબાગને લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બાગમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના તમામ લોકોને ત્યાં રમવા, બેસવા અને કસરત માટેની અનેક સુવિધાઓ મળશે.

મોરબીના સૂરજબાગની હાલત અગાઉ દયનીય હતી પરંતુ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ સુરજબાગની કાયાપલટ કરવા માટેનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને તોતિંગ ખર્ચ કરીને સૂરજબાગની કાયાપલટ કરવામાં આવી છે અને તેનું કામ પૂર્ણ થયા બાદ આજે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા તેમજ મહાનગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરની હાજરીમાં આજે સૂરજબાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ તકે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજના અંતર્ગત સૂરજબાગનું 1.75 કરોડ રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા આગામી બે વર્ષ સુધી બગીચાની જાળવણી રાખવાના શરતે તેને કામ આપવામાં આવ્યું હતું જોકે સરકાર દ્વારા લોકો માટે સુવિધા ઉભી કરવામાં આવે તેની જાળવણી રાખવાની જવાબદારી લોકોની હોય છે ત્યારે આ બાગની અંદર ઉભી કરવામાં આવેલ તમામ સુવિધાઓને જાળવી રાખવા માટે રાજ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, ચોમાસાએ હવે વિદાય લીધી છે ત્યારે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં દર અઠવાડિયે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે અને લોકોને વધુ સારી સુવિધાઓ મળે તેના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અંતમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે સૂરજ બાગની અંદર હાલમાં યોગા પોઇન્ટ, વોકવે, આરો પ્લાન્ટ, બેસવા માટેના બાકડા વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આ બાગની અંદર રાખવામાં આવેલી તમામ સુવિધાઓનો મોરબી વાસીઓ ઉપયોગ કરે અને અહીંની વ્યવસ્થાઓને સારી રીતે જાળવી રાખે તે જરૂરી છે.












Latest News