અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું


SHARE









વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના આગાભી પીપળીયા ગામે પંચાયત ઓફિસ પાસે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત નીપજયું હતું જ્યારે સરતાનપર ગામની સીમમાં કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કારખાનાની બહારના ભાગમાં ઝાડ સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા અનિલભાઈ ખેંગારભાઈ પરમાર (32) નામનો યુવાન ગામની પંચાયત ઓફિસ પાસે હતો ત્યારે ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગવાના કારણે આ યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ એમ્બો કારખાનાના કવાર્ટરમાં રહેતા ગોબીંદા નબીન હેમરમ (24) નામના યુવાને કારખાનાની બહારના ભાગમાં આવેલ ઝાડ સાથે રૂમાલ બાંધીને ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું  હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટી પાસેથી બાઈકની ચોરી
વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા અબ્દુલભાઈ અમીભાઈ આંબલીયા (59)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સહયોગ બેંકના કમ્પાઉન્ડમાં ગુલશન પાર્ક સોસાયટી પાસે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 3 ડીસી 8143 પાર્ક કરીને મૂક્યું હતું જે 10,000 રૂપિયાની કિંમતનું બાઇક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News