મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા


SHARE









મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા

મોરબી જીલ્લા તથા તાલુકાની જુદી જુદી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પગાર દર મહિને નિયમિત રીતે બેંકમાં થાય છે, તો છેલ્લા થોડા સમયથી જુદી જુદી બેંકો દ્વારા સેલેરી એકાઉન્ટ માટે મળતા લાભોની જુદી જુદી સ્કીમ અને પેકેજ આવી રહ્યા હતા ત્યારે શિક્ષકોને સેલેરી એકાઉન્ટ માટેના પેકેજના અઢળક લાભો પ્રાપ્ત થાય તેના માટે હાલમાં એક્સિસ બેન્કની સાથે એમઓયુ કરવામાં આવેલ છે.

મોરબી  જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા તથા શિક્ષકોના તમામ સંગઠનના પ્રમુખ, મહામંત્રી તથા હોદેદારો અને બેંક તરફથી સર્કલ હેડ રૂઝબે પોસ્ટવાલા તથા કલસટર હેડ પંકજભાઈ શંખરવા તથા એરીયા સેલેરી હેડ  અવનીશભાઈ વોરા, સેલ્સમેનેજર કમલેશભાઈ ચારોલા, બાન્ચ હેડ બિજેશભાઈ ચોહાન, સેલેરી સેલ્સમેનેજર ધવલભાઈ જોશી, સેલેરી એક્ઝીક્યુટીવ મંયકભાઈ લાલવાણી અધિકારીઓની એક મીટીંગ રાખવામાં આવી હતી જેમાં સૌની ઉપસ્થિતિમાં બેંકના અધિકારીઓએ પોત પોતાની સ્કીમ, પેકેજની રજુઆત કરી સમજૂતી આપી હતી જે પૈકી આ મુજબના સૌથી વધુ લાભો એક્સિસ બેંકે આપ્યા હતા જેથી બેંકમાં સેલેરી એકાઉન્ટ ઓપન કરવાનું સર્વાનુમતે નક્કી કરીને એમ.ઓ.યુ. કરાયા છે




Latest News