મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા


SHARE









મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા, ત્રિદેવનગરમાં યુવાનને માર પડયો: ઉંચી માંડલ પાસે બાઈક અકસ્માતમાં બે ઘવાયા

મોરબી-હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામની પાસે આવેલ આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકના ચાલકે હડફેટે લેતા બે યુવાનોને સારવારમાં ખસેડાયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ બાઈકમાં જઈ રહેલા પવન વાસુદેવભાઈ કિમરાણી (18) રહે.ચંદ્રેશનગર શનાળા રોડ અને ક્રિસ પ્રવિણભાઈ સંતોકી (17) રહે.પ્રકૃતિ સોસાયટી મહેન્દ્રનગરને ઈજાઓ થતા ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા. નોંધનીય છે કે આ ઘટનાને પગલે બાળકોએ આઈટીઆઈ સામે બમ્પ બનાવવાની માંગ સાથે રસ્તો ચકકાજામ કર્યો હતો.

મારામારી
લીલાપર રોડ ત્રિદેવનગરમાં રહેતા નિલેશ નાગજીભાઈ દેગામા (36)ને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયો હતો. જયારે જેતપર-પીપળી રોડ ઉપર આવેલ લોરીસન સિરામીકના લેબર કવાર્ટરમાં કોઈ કારણોસર સિંદુર પી જતા ડાબર જોબરાઈ નામના (18)ને અત્રેની સીવીલે સારવાર માટે લાવવામા આવેલ હતી.

જયારે લક્ષ્મીપર ગામે રહેતા નાનજીભાઈ સવજીભાઈ પાંચોટીયા (52) નામના આધેડ જંતુનાશક દવા પી ગયા હતા જેથી સીવીલે સારવાર માટે લાવવામા આવ્યા હતા. પોલીસે તપાસ કરતા માનસિક બિમારીની દવા ચાલતી હોય તેમજ હરજીવનભાઈ પૈસા માંગતા હોય તેના ટેન્શનમાં નાનજીભાઈએ ઉપરોકત પગલુ ભરી લીધુ હતુ.

વાહન અકસ્માત
મોરબી-હળવદ હાઈવે ઉંચી માંડલ પાસે આવેલા સિરામીક કારખાનામાં રહી મજુરીકામ કરતા સુરજ દેવતાદિન (36) અને ઉદય રાજભાઈ (20) નામના બે યુવાન બાઈકમાં જતા હતા ત્યારે અન્ય બાઈકની સાથે અથડાતા ઈજા પામતા દવાખાને સારવારમાં ખસેડાયા હતા તેમજ વાવડીથી બગથળા જતા રસ્તે હનુમાન મંદિરની પાસે બાઈક સ્લીપ થતા રામભાઈ બાબુભાઈ જીલરીયા (47) રહે. મારૂતી સોસાયટી નાની વાવડીને ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની સીવીલે સારવાર માટે ખસેડાયા હતા.

મહિલા સારવારમાં
મોરબીના જેતપર રોડ સાપર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક આવેલ સંજરી સિમેન્ટ પ્રોડકટ ખાતે બ્લોક બનાવતા સમયે મશીનમાં હાથ આવી જતા ઈજા પામેલ સમાબેન દિનેશભાઈ મછડ (35) રહે. સાપરને સીવીલે ખસેડાયા હતા જયારે ટીંબડી ગામેથી પીપળી રોડ જતા રસ્તે શિવાજી કોમ્પ્લેક્ષ પાસે દિવ્યરાજસિંહ દિલીપસિંહ ઝાલા (26) રહે. વાવડીને મહોમદ અશરફ નામના શખ્સે માથામાં ડીસમીસ મારતા દિવ્યરાજસિંહને સીવીલે સારવારમાં ખસેડાયો હતો.

દારૂના ગુનામાં નાસતા ફરતા ઈરફાન વલીમામદ કટીયા (36) રહે. વીસીપરાની એલસીબીના સ્ટાફે લતીપર ચોકડી ખાતે અટકાયત કરી હતી અને અકસ્માત સર્જીને મોત નીપજાવવા સબબ ડ્રાઈવર દુર્ગાસિંગ પદમસિંગ રાવત રાજપુત (35) રહે. રાજસ્થાનને ગુના બદલ નોટીસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.




Latest News