મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં
SHARE
મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં
મોરબી-રાજકોટ હાઈવે ઉપર ટોયોટાના શો-રૂમ સામે બે બાઈક સામસામે અથડાયા હતા. આ બનાવમાં મનજીભાઈ માધવજીભાઈ વાઘેલા (65) રહે. શનાળાને ઈજાઓ થયેલ હોય તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે શનાળા ગામે રહેતો યશરાજસિંહ આણંદસિંહ રાણા (20) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફીનાઈલ પી ગયો હોય અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
કચ્છ ભુજના ભીમગાંવ ગામે રહેતા બબલીબેન દિપકભાઈ ડાભી (19)ને મારામારીમાં ઈજાઓ થયેલ હોય સારવાર માટે મોરબી સીવીલે લાવવામા આવી હતી. જયારે માળીયા (મી.)ના વવાણીયા ગામે થયેલ મારામારીમાં ઈજા થતા ત્યાં રહેતા ફિરોજ હસનભાઈ કટીયા (22)ને પણ અત્રેની સીવીલે સારવારમાં ખસેડાયો હતો.
► વાહન અકસ્માત
માળીયા (મી)થી સુરજબારી પુલ બાજુ જતા રસ્તે કાર-ટ્રકનો અકસ્માત થયો હતો જે બનાવમાં આબીદ વિજયખાન ફકીર (28) રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે ને ઈજાઓ થયેલી હોય મોરબી સીવીલે ખસેડાયો હતો. જયારે માળીયા (મી)ના જુના ઘાંટીલા ગામે ઈશ્ર્વરભાઈની વાડીએ દવા પી લેતા જ્ઞાનસિંગ ભામાભાઈ ઠાકરાન (26)ને અત્રેની સીવીલે સારવાર માટે ખસેડાયો હતો. તેમજ માળીયા (મી)ના ચિખલી ગામે રહેતો ગુલામ અકબરભાઈ (22) નામનો યુવાન કોઈ કારણોસર સિમેન્ટનું કેમીકલ પી જતા સારવાર માટે ખસેડાયો હતો.
► મારામારી
જોડીયા તાલુકામાં આવેલા પીઠડ ગામે રહેતા ભરતભાઈ અવચરભાઈ મેંદપરા (51)ને પીઠડ ગામે પીપળા ચોક ખાતે ગામના જ આલમભાઈ અને તેમના પુત્રએ ધોકા વડે માર મારતા ભરતભાઈને હાથના ભાગે ફ્રેકચર તેમજ માથામાં ઈજા થતા તેમને અત્રેની ખાનગી હોસ્પીટલે લાવવામા આવ્યા હતા. તેમજ વાંકાનેર હાઈવે ઉપર સરતાનપર ચોકડીથી આગળ આવેલા મોટો સિરામીકના લેબર કવાર્ટર ખાતે ત્રીજા માળેથી નીચે પડી જતા વેજાભાઈ પોલાભાઈ વાધ (40) નામના યુવાનને અહીંની સીવીલે સારવાર માટે લાવવામા આવ્યો હતો.