મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ


SHARE









મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ

મોરબી લખધીરવાસ ચોકમાં નવરાત્રીના પાચમાં દિવસથી ધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના તમામ કમીટી મેમ્બર્સ દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.15 થી 21 ઓકટોમ્બર વિજયા દશમી સુધી ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેનો મોરબીવાસીઓને લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપ્યું છે.

દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે. દુર્ગાપુજા ઉત્સવને યુનેશકો દ્વ્રારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ત્યારે છેલ્લા નવ વર્ષથી મોરબીમાં દુર્ગાપુજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આરએસએસના પશ્ચિમ ક્ષેત્રનામ સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાના હસ્તે તા.15 ને ગુરુવારના રોજ રાત્રે 8.30 થી 9.30 વાગ્યા દરમ્યાન દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન કરવામાં આવશે. તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો આરંભ કરાશે. આ તકે ધાર્મિક સંસ્થાના આગેવાનો અને મહાનુભાવો હાજર રહેશે. તેવી માહિતી મોહિતભાઈ રાવલ દ્વારા આપવામાં આવેલ છે. વધુમાં જણાવ્યુ છે કે, દરરોજ મહા આરતીનો સમય દરરોજ રાત્રે 8 થી 9 નો રહેશે. અને વિર્સજન યાત્રા વિજયદસમી તા.21 ના રોજ સાંજે 5 વાગ્યા પછી લખધીરવાસ ચોકથી રવાના થશે.




Latest News