મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
SHARE
મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
મોરબીમાં રહેતી પરિવારની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરાને અલગ અલગ સ્થળોએ લઇ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની સ્પેશલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા તેમજ કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા તથા જુદાજુદી કલમ હેઠળ 20 હજારનો દંડ ફટકાર્યો છે
આ કેસની મળતી માહિતી મુજબ વર્ષ 2022 ના જૂન માહિનામાં ફરિયાદીની સગીર દીકરીને આરોપી પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું તેમજ રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ, તળાજા અને ધંધુકા સહિતના સ્થળે સગીરાને લઈ જઈને ત્યાં તેની સાથે સગીરાની મરજી વિરુદ્ધ ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો હતો જેથી મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આરોપીને પકડીને તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જજ સમક્ષ ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા 13 મૌખિક અને 37 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા અને ધારદાર દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી ગૌતમ ઉર્ફે નીલેશ શાંતિલાલ વોરા (23) રહે. નવલખી રોડ શાંતિનગર મોરબી વાળાને દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં 20 વર્ષની સખ્ત કેદની સજા તથા જુદાજુદી કલમ હેઠળ 20 હજારનો દંડ ફટકાર્યો છે અને ભોગ બનનારને ગુજરાતની વિકટીમ કંપન્શેસન યોજના હેઠળ 4 લાખ રૂપિયા અને જો આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તેના સહિત કુલ મળીને 4,20,000 ચુકવવા માટે આદેશ કર્યો છે.