મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન


SHARE







બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન

મોરબી શહેરના આંગણે નવનિર્મિત ભવ્ય અને દિવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઐતિહાસિક અવસરે મંદિરના પ્રાણપ્રદાતા અને સર્જક મહંતસ્વામી મહારાજ આગામી તા. ૨૦ ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે મોરબી આવી રહ્યા છે.

મોરબી મંદિરના સર્જક મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા માટે સમગ્ર મોરબી પંથકના હરિભક્તો અને નાગરિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓનું અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને મહંતસ્વામી મહારાજ તા. ૨૦ ઓક્ટોબરથી તા. ૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી મોરબીમાં રોકાણ કરીને ભક્તોને દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ આપશે. વધુયમ આયોજકોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, તા ૨૦ ઓક્ટોબરે સવારે ૯:૦૦ કલાકે મોરબીમાં આવશે, તા ૨૩ ઓક્ટોબરે સવારે ૭:૩૦થી ૧૨:૦૦ દરમિયાન 'વિશ્વશાંતિ મહાયજ્ઞ-૧' અને સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન 'સ્વાગત સમારોહ અને અભિવાદન સમારોહ યોજાશે ત્યાર બાદ તા. ૨૪ ઓક્ટોબરે સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન 'વિશ્વશાંતિ મહાયજ્ઞ-૨' અને સાંજે ભવ્ય 'ઠાકોરજીની શોભાયાત્રા' નીકળશે, તા. ૨૫ ઓક્ટોબરે સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમિયાન  મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે 'મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ' તથા સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન ભવ્ય 'મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા' યોજાશે. તા. ૨૮ ઓક્ટોબરથી ૨ નવેમ્બર સુધી દરરોજ સવારે ૬:૦૦ થી ૮:૦૦ દરમિયાન સ્વામીશ્રીના 'પ્રાતઃપૂજા દર્શન' અને સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન 'સાંય સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો' યોજાશે અને તા. ૨ નવેમ્બરે સાંજે 'વિરાટ મહિલા સંમેલન' પણ યોજાશે. અને તા.  નવેમ્બરે મહંતસ્વામી મહારાજની મોરબીથી ભાવભરી વિદાય થશે. આમ મોરબીના આંગણે ૧૬ દિવસ સુધી વહેનારી આ ભક્તિ, સત્સંગ અને સંસ્કૃતિની ભાગીરથીમાં જોડાવા માટે સમગ્ર મોરબીની ધર્મપ્રેમી જનતાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.




Latest News