મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો
SHARE
મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો
મોરબી એસઓજીના સ્ટાફે શંકાસ્પદ ચોરાઉ બાઇકની સાથે એકની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.જયારે દારૂના ગુનામાં ફરાર આરોપીને પણ ઝડપી પાડવામાં આવેલ છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન પેટ્રોલીંગ સમયે મોરબી સીટી વિસ્તાર વાઘપરાના નાકે પાસે પહોંચતા એક મોટર સાયતલની સાથે શંકાસ્પદ હાલતમા એક ઇસમ નિકળતા તુરંત તેને રોકી તેની પાસેના મોટર સાયકલ બાબતે પુછપરછ ક૨તા તેતે ગલ્લા તલ્લા કરતો હોય અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી તે ઇસમને મોટર સાયકલની આર.સી. બુક તથા કાગળ માંગતા તેની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી મોટર સાયકલના એન્જીન નંબર આધારે સર્ચ કરતા વાહનના નંબર જીજે ૩ સીક્યુ ૫૫૪૨ હોય જે મોટર સાયકલના માલીક બાબતે પુછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય વાહન ચોરીથી મેળવેલ હોવાની શંકા સાથે સ્થળ ઉપરથી હુશેનભાઈ ગફુરભાઈ જામ જાતે મિયાણા ધંધો મંજુરી રહે.૨-કુલીનગર વીસીપરા મોરબી પાસેથી રૂા.૨૫ હજારનું વાહન કબ્જે કરી તપાસ માટે તેને એ ડિવિઝન હવાલે કરાયો હતો.જયારે એલ.સી.બી. પેરોલફર્લો સ્કવોડના સ્ટાફના માણસોએ ખાનગી બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દારૂમા ગુન્હામાં ફરાર આરોપી દશરથભાઇ અનકભાઇ ખાચાર/કાઠી દરબાર રહે. નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગરને મોરબીના નટરાજ રેલ્વે ફાટક પાસેથી પકડીને તપાસ માટે એ ડિવિઝન પોલીસ મથક હવાલે કર્યો હતો.