માળીયા (મી) નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનને પગના પંજા-કાંડામાં ફ્રેકચર વાંકાનેરના લાકડધાર ગામે શાળાએ બાળકો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ઝઘડામાં મોટાના માથા રંગાયા ટંકારાના હીરાપર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાળકનું મોત: 5 ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં રાજ્યમંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં શક્તિ ચોક ગરબી ખાતે 5100 દિવડા પ્રગટાવી રાજમાતા વિજય કુંવરબા સાહેબને અપાઈ શ્રદ્ધાંજલિ મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં શક્તિ ચોક ગરબી ખાતે 5100 દિવડા પ્રગટાવી રાજમાતા વિજય કુંવરબા સાહેબને અપાઈ શ્રદ્ધાંજલિ


SHARE







મોરબીમાં રાજ્યમંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં શક્તિ ચોક ગરબી ખાતે 5100 દિવડા પ્રગટાવી રાજમાતા વિજય કુંવરબા સાહેબને અપાઈ શ્રદ્ધાંજલિ

મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ આજે પંચ મહાભૂતમાં વિલીન થયા છે ત્યારે મોરબીમાં શક્તિ ચોક ગરબી મંડળ ખાતે રાજ્યમંત્રી, સાંસદ અને ગરબીની બાળાઓ સહિત નગરજનો દ્વારા 5100 દીવડા પ્રગટાવીને રાજમાતા વિજય કુંવરબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

મોરબી શહેર નહિ પરંતુ જિલ્લામાં નંબર વન કહી શકાય તેવી શક્તિ ચોક ગરબી ખાતે દર વર્ષે આયોજકો દ્વારા કંઈક નવા રાસ લઈ આવવામાં આવે છે જેથી મોરબીની શક્તિ ચોક ગરબી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે ચાલુ વર્ષે કેરળના પ્રસિદ્ધ થેયમ નૃત્ય રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જોવા માટે થઈને હજારોની સંખ્યામાં લોકો શક્તિ ચોક ગરબી મંડળ ખાતે બે દિવસ પહેલા ઉમટી પડ્યા હતા દરમ્યાન મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું નિધન થતાં રાજવી પરિવારના સ્મશાન ઘાટ ખાતે આજે તેઓની અંતિમક્રિયા કરવામાં આવી હતી અને તેઓ પંચ મહાભૂતમાં વિલીન થયા છે ત્યારે મોરબીની શક્તિ ચોક ગરબી ખાતે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા અને તપનભાઈ દવે તેમજ મોરબી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ જયદીપભાઇ કાંડિયા, પાલિકાના માજી સભ્ય પ્રભુભાઈ ભૂત, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મહાવીર સિંહ જાડેજા તથા સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનોની હાજરીમાં 5100 દીવડા પ્રગટાવીને મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેના માટે સહુ કોઈએ માતાજીને પ્રાર્થના કરી હતી.




Latest News