મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનને પગના પંજા-કાંડામાં ફ્રેકચર


SHARE









માળીયા (મી) નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનને પગના પંજા-કાંડામાં ફ્રેકચર

મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર વિશાલા હોટલ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે અચાનક તેના ટ્રકનો વળાંક વાળી લીધો હતો અને બાઇકને હડફેટે  લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાને ડાબા પગના પંજા તથા કાંડામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ગુલાબનગર પ્રજાપત કારખાનાની પાછળના ભાગમાં રહેતા વસંતભાઈ ભીખાભાઈ ગાંગા (43)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરમાનભાઈ ગફારભાઈ ખલીફા (27) રહે. દિઘલીયા તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર વિશાલા હોટલ પાસેથી આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે 36 વી 6185 લઈને જતો હતો ત્યારે અચાનક તેને પોતાનો ટ્રક વળાંક વાળી લીધો હતો અને ફરિયાદીના બાઇક નંબર જીજે 36 એઇ 3701 ને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને ડાબા પગના પંજાના ભાગે તથા કાંડામાં ફેકચર જેવી ઇજા થઈ હતી અને શરીરે પણ ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News