મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની રાતે 94 દીકરીઓને 21-21 હજારની આર્થિક સહાય અને સોનાનો દાણો અર્પણ
SHARE
મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની રાતે 94 દીકરીઓને 21-21 હજારની આર્થિક સહાય અને સોનાનો દાણો અર્પણ
મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને તેમાં આઠમની આરતી માટે ચડાવો બોલવામાં આવેલ છે અને આરતીના ચડાવા માટેની જે રકમ આવે છે તેનો તે રકમ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓને આપવામાં આવે છે દરમ્યાન આ વર્ષે ગઇકાલે માતા-પિતા વિહોણી કે પછી પિતા વિહોણી જરૂરિયાતમંદ 94 દીકરીઓએ આર્થિક સહાય આપવામાં આવી હતી તેની સાથોસાથ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ અને તેના પરિવાર દ્વારા તમામ દીકરીઓને એક એક સોનાનો દાણો પણ આપવામાં આવ્યો હતો.
મોરબીની શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આઠમની આરતી માટે ચડાવો (બોલી) બોલવામાં આવી હતી જેમાં સૌથી વધુ 10.50 લાખ રૂપિયાની બોલી રુદ્ર ઇવેન્ટ ગ્રૂપ દ્વારા બોલવામાં આવી હતી જેથી તેઓ આરતીના યજમાન બન્યા હતા જો કે, ઉમિયા નવરાત્રિ મહોત્સવના આયોજકો પાસે માતા પિતા કે પછી પિતા વિહોણી 94 દીકરીઓના નામ આવ્યા હતા જેથી આરતીના યજમાન દ્વારા આપવામાં આવેલ રકમ અને કિશનભાઈ ગામી તેમજ તેઓના પરિવાર દ્વારા આપવામાં આવેલ 9.24 લાખ રૂપિયા આમ કુલ મળીને 19.74 લાખ રૂપિયામાંથી આઠમના દિવસે 21-21 હજાર રૂપિયા કુલ 94 દીકરીઓને આપવામાં આવ્યા હતા.
ઉલેખનીય છેકે, આઠમની મહાઆરતીમાં દેખાડો કરવા માટે બિનજરૂરી ખર્ચ કરવામાં આવે તેના બદલે તે રકમનો સદુપયોગ કરવામાં આવે તે હેતુ સાથે બોલી બોલવાથી જે રકમ આવે છે તેનો ઉપયોગ પાટીદાર સમાજની આર્થિક જરૂરિયાત ધરાવતી બહેન-દીકરીઓને આપવા માટે કરવામાં આવે છે. ગઇકાલે આઠમની મહાઆરતી કરવામાં આવી તે પહેલા દીકરીઓને સ્ટેજ ઉપર બોલાવીને આર્થિક મદદ રૂપી રોકડ રકમ આપવામાં આવી હતી
તે ઉપરાંત મોરબી સિરામિક એસો.ના પ્રમુખ તેમજ બ્લૂઝોન વિટ્રીફાઇડ પરિવારના મોભી મનોજભાઇ એરવાડીયા તેઓના ભાઈ નિતિનભાઈ એરવાડીયા અને બ્લૂઝોન વિટ્રીફાઇડ પરિવાર દ્વારા 94 દીકરીઓને સોનાનો એક એક દાણો આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ શ્રી ઉમિયા નવરાત્રી ખાતે આથમની મહાઆરતી કરવામાં આવી હતી.
વધુમાં આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ આ આર્થિક સહાય માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં સહાય ફક્ત પાટીદાર સમાજની અપરણિત બહેન-દીકરીઓને આપવાની, જે દીકરીઓના માતા-પિતા હયાત ન હોય અથવા પિતા હયાત ન હોય અને અન્ય કોઈ આર્થિક સ્ત્રોત-સાધન ન હોય તેઓને સહાય આપવામાં આવેલ છે.