મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE









માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત

માળીયા (મી)ના ખાખરેચી ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્નીએ શાક બનાવવાનું કહ્યું હતું અને યુવાને શાક બનાવવાની ના પડતા મહિલાને લાગી આવ્યું હતું ને ઝેરી દવા પી લીધી હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર કારગત ન નીપવડતા તે મહિલાનું સારવારમાં મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રમાકાંતભાઈ કવાડીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિશાલભાઈ ધીરુભાઈ નાયકના પત્ની સંગીતાબેનએ પાણીની કુંડી પાસે પડેલ ઝેરી દવા પોતાની જાતે પી લીધી હતી જેથી તેને સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેઓને લાવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક મહિલાના પરિવારજન ભાઈલાલભાઈ વેલજીભાઈ નાયક (60) રહે. હાલ અકબરભાઈની વાડીએ પીપળીયારાજ ગામ તાલુકો વાંકાનેર મૂળ રહે. દાહોદ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલા સાંજના નવેક વાગ્યાના અરસામાં રોટલા બનાવતી હતી અને તેને મોડું થઈ ગયું હતું જેથી મહિલાએ તેના પતિને શાક બનાવવાનું કહ્યું હતું ત્યારે મહિલાને તેના પતિએ શાક બનાવવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ મહિલાએ આવેશમાં આવીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News