માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત
મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ
SHARE
મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્કમાં રહેણાંક મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો રાખીને ત્યાંથી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી એન્ટી નાર્કોટિક્સ વિંગને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા ડ્રગ્સ, મોબાઇલ, વજન કાંટો વગેરે મળીને 70,920 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીને પકડી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લામાં નશાકારક દ્રવ્યોનું વેચાણ રોકવા માટે પોલીસ દ્વારા જુદી જુદી જગ્યા ઉપર રેડ કરવામાં આવતી હોય છે દરમિયાન એન્ટી નાર્કોટિક્સ વીંગની ટીમના પીઆઇ ડી.વી.ખરાડી તથા પીએસઆઇ એન.એચ.ગઢવીના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તેવામાં બાતમી મળી હતી કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર-3 પાસે રોયલ પાર્કમાં રહેતા રેનીશભાઈ હીરાભાઈ પરેશાના મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સ રાખીને ત્યાંથી તેનું વેચાણ કરવામાં આવે છે જેથી ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જેની કિંમત 60,420 રૂપિયા તથા 10,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને 500 ની કિંમતનો વજન કાટો આમ કુલ મળીને 70,920 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી રેનીશભાઈ હીરાભાઈ પરેશા (27) રહે. રોયલ પાર્ક કુબેરનગર-3 ની બાજુમાં નવલખી રોડ મોરબી વાળાને પકડીને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આરોપી પાસેથી મળી આવેલ મેફેડ્રોન ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે