પાલીકા હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદારોની ખોટી હાજરી પુરી ભ્રષ્ટાચાર કરનાર છ સામે પોલીસ કાર્યવાહી મોરબી જિલ્લામાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે હળવદ-વાંકાનેરમાં બેઠકો યોજાઈ મોરબી જિલ્લામાં કિસાન સન્માન દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ પોષણ માહ અભિયાનમાં મોરબી જિલ્લો ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી રાજ્યમાં બીજા સ્થાને મોરબીના કલેક્ટરે વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરાઇ મોરબીમાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ મોરબીમાં મચ્છીપીઠ પાસે યુવાન ઉપર પાઈપ વડે હુમલો : સારવારમાં મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી !
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરાઇ


SHARE









મોરબીના કલેક્ટરે વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરાઇ

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા તથા શાળાઓમાં ચાલી રહેલાં વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે શાળાના આચાર્યો અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.

મોરબીના કલેક્ટરએ RMSA સરકારી માધ્યમિક શાળા, કડીયાણાની મુલાકાત દરમિયાન શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સાધનો, ગુણોત્સવના રિપોર્ટ કાર્ડ, વર્ગખંડો, સેનિટેશન, સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા તેમજ શાળામાં ચાલી રહેલા વર્ગખંડના બાંધકામની તપાસ કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં. કડીયાણા પે.સેન્ટર પ્રાથમિક શાળાની પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં તેમણે વિદ્યાર્થીઓને IAS, IPS અને કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચવા માટે મહેનત, આત્મવિશ્વાસ અને ધ્યેયનિષ્ઠા સાથે અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ મધ્યાહન ભોજન વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધાઓની ચકાસણી કરી હતી તથા ગુણોત્સવના રિપોર્ટ કાર્ડના આધારે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે શાળામાં પ્રાર્થનાસભાખંડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપી હતી. પીએમ શ્રી શાળા નંબર-૪, હળવદની મુલાકાત દરમિયાન ગુણોત્સવના રિપોર્ટ કાર્ડના આધારે શૈક્ષણિક કામગીરીમાં વધુ સુધારો કરવા જરૂરી સૂચનો આપ્યાં હતાં. વિદ્યાર્થીઓ વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે યોગ્ય આયોજન અને તૈયારી કરાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત CWSN ટોયલેટ, સેનિટેશન, વર્ગખંડો, લાઇબ્રેરી, મધ્યાહન ભોજન વ્યવસ્થા, ઔષધીય ગાર્ડન અને ઓક્સિજન ગાર્ડનની મુલાકાત લીધી હતી.




Latest News