પાલીકા હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદારોની ખોટી હાજરી પુરી ભ્રષ્ટાચાર કરનાર છ સામે પોલીસ કાર્યવાહી મોરબી જિલ્લામાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે હળવદ-વાંકાનેરમાં બેઠકો યોજાઈ મોરબી જિલ્લામાં કિસાન સન્માન દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ પોષણ માહ અભિયાનમાં મોરબી જિલ્લો ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી રાજ્યમાં બીજા સ્થાને મોરબીના કલેક્ટરે વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરાઇ મોરબીમાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ મોરબીમાં મચ્છીપીઠ પાસે યુવાન ઉપર પાઈપ વડે હુમલો : સારવારમાં મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કિસાન સન્માન દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ


SHARE









મોરબી જિલ્લામાં કિસાન સન્માન દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ

પીએમ કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ૨૪મા હપ્તા વિતરણ અર્થે આવતીકાલે તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ મોરબી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોર ખીજડીયા મોરબી ખાતે સવારે ૧૦:૦૦ કલાકે યોજાનાર છે.

રાજ્યભરમાં તા. ૩૦ ઓક્ટોબરનાં રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરનાં રોજ એકતા દિનની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. તેને લઈને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઇ વસાદડીયા અને તપનભાઈ દવેની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આ કાર્યક્રમમાં વધુમાં વધુ જોડાય અને સરકારી યોજનાઓ અંગે માહિતગાર થાય તથા વધુમાં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ લે તે બાબત ઉપર પ્રભારી મંત્રીએ ભાર મૂક્યો હતો. આ યોજના અંતર્ગત દેશભરના કરોડો લોકોની સાથે મોરબી જિલ્લાના ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪ માં હપ્તાની સહાય ડી.બી.ટી. (DBT) મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ઉપરાંત વિવિધ યોજનાના પ્રગતિશીલ ખેડૂત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય હુકમ તથા સન્માનપત્રનું વિતરણ કરવામાં આવશે. મોરબી જિલ્લાના ખેડૂતો આ કિસાન ઉત્સવ દિવસમાં મોટી સંખ્યામાં સહભાગી થાય તેવી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.




Latest News