પાલીકા હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદારોની ખોટી હાજરી પુરી ભ્રષ્ટાચાર કરનાર છ સામે પોલીસ કાર્યવાહી મોરબી જિલ્લામાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે હળવદ-વાંકાનેરમાં બેઠકો યોજાઈ મોરબી જિલ્લામાં કિસાન સન્માન દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ પોષણ માહ અભિયાનમાં મોરબી જિલ્લો ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી રાજ્યમાં બીજા સ્થાને મોરબીના કલેક્ટરે વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરાઇ મોરબીમાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ મોરબીમાં મચ્છીપીઠ પાસે યુવાન ઉપર પાઈપ વડે હુમલો : સારવારમાં મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી !
Breaking news
Morbi Today

પાલીકા હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદારોની ખોટી હાજરી પુરી ભ્રષ્ટાચાર કરનાર છ સામે પોલીસ કાર્યવાહી


SHARE









પાલીકા હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદારોની ખોટી હાજરી પુરી ભ્રષ્ટાચાર કરનાર છ સામે પોલીસ કાર્યવાહી

મોરબી મહાપાલિકા કચેરીમાં ગુટલીબાજ કર્મચારીઓને પકડવા માટે કર્મચારીઓની ઓનલાઈન એટેન્ડન્સ લેવામાં આવે છે પરંતુ તેમાં પણ કેટલાક કર્મચારીઓ દ્વારા યેનકેન પ્રકારે પોતાના ઉપરાંત અન્ય કર્મચારીઓની હાજરી પૂરવામાં આવતી હતી.જે રોજમદારે મહાપાલિકામાં કામ કર્યું જ ન હોય તેઓના નામ રાખીને તેઓની અલગ અલગ પ્રકારે હાજરી પુરીને તેઓના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મેળવવામાં આવ્યા હતા જેથી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરીને નાણાકીય ઉચાપત કરવામાં આવેલ હોય હાલમાં મહાપાલિકાના ડેપ્યુટી ઇજનેર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ૧૩ લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ દરમિયાન છ લોકો આગોતરા જામીન સાથે રજૂ થયા હોય પોલાસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ લક્ષ્મીપાર્ક દેવાલય એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને મોરબી મહાપાલિકામાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવતા દીપભાઈ સુરેશભાઈ ફળદુએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા મનદિપ ચાવડા રહે.નાની વાવડી, વિમલભાઈ બાવળીયા રહે. લક્ષ્મી સોસાયટી મોરબી, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ રહે. રામકૃષ્ણનગર મોરબી, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા રહે.મોરબી, રોહિતભાઈ ધીરુભાઈ રહે. મોરબી, લલિતભાઈ કુમારભાઈ ચાવડા રહે. મોરબી, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડા રહે. મોરબી અને રાજેશભાઈ રહે. મોરબી તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવેલ હતી.દરમિયાનમાં ઉપરોક્ત પૈકીના સુનિલ ભરત મકવાણા (૪૯) રહે જેલચોક સામે, રોહિત ધીરૂ બાવળિયા (૨૪) રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ, સંજય ઘનશ્યામ ચાવડા (૩૨) રહે.જનકપુરી સોસાયટી ટીંબડી રોડ માળિયા હાઇવે, અભય છબીલ ચૌહાણ રહે.જનકપુરી સોસાયટી મોરબી મૂળ રહે.રામકૃષ્ણનગર સામાકાંઠે, રાજેશ હસમુખ ચાવડા (૨૯) રહે.યમુનાનગર નવલખી રોડ મૂળ રહે. પખાલી શેરી મોરબી અને લલિત બાબુ ચાવડા (૬૨) રહે. ભૂમિ ટાવર નાની વાવડી આગોતરા જમીન સાથે રજુ થયા હોય પોલીસ દ્વારા તેઓની નિયમાનુસાર અટકાયત કરી ધોરણસરની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને કોર્ટનો આગોતરા જામીનનો હુકમ હોય તેઓને જામીન મુક્ત કરાયા હતા હાલ મનદિપ તથા વિમલ સહિતનાની શોધખોળ ચાલુ હોવાનું પોલીસસુત્રો દ્વારા જણાવાયેલ છે.




Latest News