મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે માથાકૂટ કરીને વૃદ્ધની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીની ધરપકડ મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં મહિલા કોર્પોરેટરના પતિની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી મોરબીના વજેપર ગામમાં સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબને લઈને ગ્રામજનોએ ચેરિટિ કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે વૃદ્ધને કપાળમાં ધારિયું મારીને સ્કોર્પિયો નીચે ઢસડીને કરાઇ હત્યા: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીના વજેપર ગામમાં સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબને લઈને ગ્રામજનોએ ચેરિટિ કમિશનરને કરી રજૂઆત


SHARE









મોરબીના વજેપર ગામમાં સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબને લઈને ગ્રામજનોએ ચેરિટિ કમિશનરને કરી રજૂઆત

મોરબીના વજેપર ગામમાં સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના વહીવટ અને હિસાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ટ્રસ્ટના વર્ષોથી હિસાબ આપવામાં આવેલ નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે અને આજે મોરબી ચેરિટી કમિશનર કચેરીએ જઈને ગામના લોકોએ લેખિત રજૂઆત કરી હતી અને ગ્રામજનો દ્વારા હિસાબ માંગવામાં આવે તો તેઓની સાથે અપમાનજનક વર્તન કરીને ધમકીઓ આપવામાં આવે છે તેવી પણ રજૂઆત કરી હતી. જો કે, બીજી બાજુ ટ્રસ્ટના પ્રમુખે છેલ્લા વર્ષોમાં બે વખત હિસાબ રજૂ કરેલ છે અને હજુ પણ ચેરિટી કમિશનર સમક્ષ હિસાબ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.

મોરબીના વજેપર ગામમાં કાર્યરત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના વહીવટને લઈને ગ્રામજનો અને ટ્રસ્ટના હોદ્દેદારો વચ્ચે સંસ્થાના હિસાબોને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેવામાં આજે ચેરીટી કમિશનરને કિશનભાઇ પરમાર, ઘેલજીભાઈ દાનાભાઇ, પ્રવીણભાઈ કંજરીયા સહિતના ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ટ્રસ્ટનાં આવક-જાવકના હિસાબની માંગણી કરવામાં આવી રહી છે. જોકે, વર્ષ 2019થી અત્યાર સુધીનો ટ્રસ્ટીઓ તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી અને હિસાબ આપવામાં આવ્યા નથી અને હિસાબની માંગણી કરવામાં આવે તો લોકોની સાથે અપમાનજનક વર્તન કરીને ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને ગ્રામજનો દ્વારા અગાઉ ઉપવાસ આંદોલન કર્યું હતું અને તો પણ હિસાબ ન આપવામાં આવતા અંતે ગ્રામજનોએ મોરબી ચેરિટી કમિશનર કચેરીએ જઈને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. ત્યારે ચેરિટી કમિશનર કચેરી દ્વારા નોટિસ ઇશ્યૂ કરીને નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી, જો કે, આ વિવાદને લઈને ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ ડાભીને પુછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે, અગાઉ બે વખત ટ્રસ્ટનો હિસાબ રજૂ કર્યો છે અને હવે ચેરિટી કમિશનર દ્વારા હિસાબ આપવા માટે આદેશ કરવામાં આવશે તો તમામ હિસાબ રજૂ કરવામાં આવશે તેના માટેની તૈયારી દર્શાવી છે. જો કે, ચેરિટી કમિશનરની તપાસના અંતે શું સામે આવે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.




Latest News