મોરબીના લાલપર ગામ નજીક મહિલા સાથે બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલ આધેડ ઉપર છરી વડે હુમલો: સાથળમાં 13 ટાંકા આવ્યા
SHARE
મોરબીના લાલપર ગામ નજીક મહિલા સાથે બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલ આધેડ ઉપર છરી વડે હુમલો: સાથળમાં 13 ટાંકા આવ્યા
મોરબીના લાલપર ગામ પાસે હોટલના ગ્રાઉન્ડમાં મહિલા સાથે બોલાચાલી કરતા શખ્સને સમજાવવા માટે ગયેલા હોટલના સંચાલક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ગંભીર રીતે ઈજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેઓને સાથળના ભાગે 13 જેટલા ટાંકા આવ્યા હતા અને તેઓએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ જૂનાગઢ જિલ્લાના ભીતાણ ગામના રહેવાસી અને હાલમાં મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલ રોયલ હાઈટ્સ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 303 માં રહેતા જીતેન્દ્રભાઈ છગનભાઈ હિંગળાજિયા (53)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પવન ઉર્ફે પવો કોળી રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના લાલપર ગામની સીમમાં રીયલ પ્લાઝા-2 કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં પટેલ એસી ડાઇનિંગ હોલ નામની પોતાની હોટલના ગ્રાઉન્ડમાં ફરિયાદી હતા અને તેમની હોટલ સામે આરોપી કોઈ સ્ત્રી સાથે બોલાચાલી કરતો હતો જેથી ફરિયાદી તેને સમજાવવા માટે ગયેલ અને સમજાવીને પરત તેમની હોટલ ખાતે જતા હતા ત્યારે આરોપીએ પાછળથી આવીને તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા પગના ઘૂંટણ થી ઉપર સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને પગે 13 જેટલા ટાંકા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે