હળવદના ભલગામડામાં ગાયના વાછરડા બાબતે બોલાચાલી બાદ મારા મારીમાં માથા રંગાયા: હવે સામસામે ફરિયાદ મોરબી નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા સમેલનનું આયોજન કરાયું નશાની ખેતીનો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 364 છોડનું વાવેતર !, 16.57 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના લાલપર ગામ નજીક મહિલા સાથે બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલ આધેડ ઉપર છરી વડે હુમલો: સાથળમાં 13 ટાંકા આવ્યા નશાની ખેતીનો એન્ટી નાર્કોટીક્સ વિભાગે કર્યો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડનું વાવેતર ! મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે માથાકૂટ કરીને વૃદ્ધની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીની ધરપકડ મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં મહિલા કોર્પોરેટરના પતિની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
Breaking news
Morbi Today

માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત


SHARE









માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત

વાંકાનેરના વસુંધરા ગામે ભરડીયાના ઓપર ઉપરથી પડી જવાના કારણે માથામાં ઇજા થતા યુવાનનું મોત નીપજ્યું હતુ જ્યારે ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાના પાસે બહારના ભાગે ઉભેલા યુવાનને પડી જતા તેને માથામાં હેમરેજ થતા તેનું મોત નીપજ્યું હતું અને હળવદના રણમલપુર ગામે વાડીએ સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતા તેનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના વસુંધરા ગામે આવેલ પાવન સ્ટોન ક્રશરની મજુરની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ શંકરભાઈ વસાવા (46) નામનો યુવાન ભરડિયાના ઓપર ઉપર ઉભો હતો દરમિયાન તેને અચાનક આંચકી આવતા તે અકસ્માતે નીચે પડી ગયો હતો જેથી કરીને યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ખાખરેચી ગામની સીમમાં આવેલ લેમિટ પેપરમીલ કંપનીની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા ધીરેન્દ્રસિંગ મહેન્દ્ર ઠાકોર (40) નામનો યુવાન ગઈકાલે વહેલી સવારે કારખાનાની લેબર કોલોનીની બહાર ખુલ્લા મેદાનમાં ઊભો હતો ત્યારે પોતે પોતાની જાતે પડી જતા બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને મૃતક યુવાનને માથામાં હેમરેજ થવાથી તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણમલપુર ગામે કુલદીપભાઈ વરમોરાની વાડીએ રહીને મજૂરી કામ કરતા સબીયાભાઈ જગલીયાભાઈ ધાણક (35) વાડીએ હતા અને ત્યાં સૂતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર રાત્રિના સમયે તેઓને કરડી ગયું હતું જેથી આ યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કિંદરભાઈ જગલિયાભાઈ ધાણક (38) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News