મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં મહિલા કોર્પોરેટરના પતિની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
SHARE
મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં મહિલા કોર્પોરેટરના પતિની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા એક મહિલાને કરવામાં આવેલ આર્થિક મદદની સામે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી મહિલાને ગર્ભ રહી ગયો હતો. અને તેના પતિને ગંભીર બીમારી હોય બાળકના બોનમેરોની જરૂર પડતા બાળકના બોનમેરો લેવાયા હતા જે તેના પિતા સાથે મેચ ન થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી હજુ પકડાયેલ નથી અને તેની વકીલ મારફતે કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી જો કે, મોરબીની કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દીધેલ છે.
મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષભાઈ માકાસણા સામે દુષ્કર્મ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત સપ્ટેમ્બર માહિનામાં ફરિયાદ નોંધાઈ હતી જોકે, આ ગુનામાં તેની હજુ સુધી ધરપકડ કરવામાં આવેલ નથી તેવામાં આરોપી શૈલેષભાઈ માકાસણાએ વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જમીન લેવા માટે અરજી કરી હતી. જેની સામે મહિલા તરફે દિલીપભાઇ આગેચાણિયા અને આરોપીના વકીલે કરેલી દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી શૈલેષભાઈ માકાસણાની આગોતરા જમીન અરજીને ફગાવી દીધેલ છે. આ ફરિયાદની વાત કરીએ તો ભોગ બનેલ મહિલાના પતિને કેન્સરની બીમારી હોય તેને એક લાખ રૂપિયાની જરૂર હતી ત્યારે શૈલેષભાઈના પત્ની પાસેથી રૂપિયા લીધેલ હતા જેની ઉઘરાણી શૈલેષભાઈ કરતાં હતા અને મહિલા પૈસા પરત આપી શકે તેમ ન હોય તેનું શૈલેષભાઈએ શરરિક શોષણ કરીને દુષ્કર્મ આચર્યું હતું જેથી મહિલાને ગર્ભ રહી ગયો હતો અને મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારે આરોપી શૈલેષભાઈએ બાળકની તમામ જવાબદારી સ્વીકારી હતી જો કે, ત્યાર બાદ પોતે ફરજ ઉપરથી ફરી ગયા હતા અને મહિલાના પતિને કેન્સરની બીમારી હતી જેથી બાળકના બોનમેરો લેવામાં આવતા તે મેચ થયા ન હતા જેથી સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જેથી આરોપીએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી તેને કોર્ટે ફગાવી દીધેલ છે માટે આરોપીની ધરપકડનો માર્ગ મોકળો થયો છે પરંતુ આરોપી પકડાશે કયારે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.