મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો


SHARE









બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો

દીકરીઓના ઉછેર, શિક્ષણ અને તેમના સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા હેતુસર મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો વિશેષ ‘લંચ વિથ લાડલી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં એક અથવા બે દીકરીઓ ધરાવતા ૧૪ જેટલા ઉત્સાહી પરિવારોને વિશેષ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ નાની બાળાઓ સાથે કાલીઘેલી ભાષામાં સંવાદ સાધી સ્નેહ વહાવ્યો હતો તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓ સાથે બપોરનું ભોજન પણ લીધું હતું. આ પ્રસંગે દીકરીઓના ઘડતર અંગે માર્ગદર્શન આપતા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, માતા-પિતાએ દીકરીઓને આગળ વધારવા માટે હંમેશાં મજબૂત સહકાર પૂરો પાડવો જોઈએ. દીકરીઓને ખુલ્લું આકાશ આપી તેમનો સર્વાંગી વિકાસ થાય તેવું યોગ્ય અને પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડવું એ આપણી નૈતિક જવાબદારી છે.

દીકરીઓના વિકાસમાં પરિવારની ભૂમિકા અત્યંત મહત્વની છે ત્યારે ક્યારેય પણ દીકરા અને દીકરી વચ્ચે કોઈ બાબતમાં ભેદભાવ રાખવો ન જોઈએ તેવો પણ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં મહિલા અધિકારીઓએ વાલીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી પગભર બનાવીએ, જેથી ભણેલી દીકરી બે ઘરને તારે છે. આજે દરેક ક્ષેત્રે દીકરીઓ હરણફાળ ભરી રહી છે ત્યારે તેઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તે માટે તેમને સશક્ત અને આત્મનિર્ભર બનાવીએ.

તો ઉપસ્થિત વાલીઓએ પણ પોતાના પ્રતિભાવ આપતા દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, ભલે તેઓ આજે સફળતાના મુકામ સુધી પહોંચ્યા હોય કે ન હોય, પરંતુ પોતાની દીકરીઓને તેમના સપનાં પૂરા કરવા માટે સવાયું પ્રોત્સાહન આપી ખૂબ આગળ વધારશે. આ પ્રસંગે મહિલા અધિકારીઓ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિબેન રાજાવઢા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલપાબેન ત્રિવેદી, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર અને દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન શિંગાળા સહિતના અધિકારીઓ તથા વાલીઓ અને બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News