મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી


SHARE









મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી

મોરબીના લખધીરવાસ ચોક પાસે શેરીમાં ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી ત્યારે યુવાનને ગાળો આપીને છરી બતાવીને છરી મારવાની ધમકી આપી હતી તેમજ લાકડાના ધોકા વડે માથામાં બે ઘા મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લખધીરવાસ ચોક પાસે આવેલ બક્ષી શેરી બહુચર નિવાસ ખાતે રહેતા કિશનભાઇ રમણીકભાઈ પનારા (30)એ હાલમાં યશરાજસિંહ આનંદસિંહ રાણા રહે. સનાળા વાળા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના લખધીરવાસ ચોકમાં આરોપી શેરીમાં ગાળો બોલતો હતો જેથી ફરિયાદીએ શેરીમાં ગાળો બોલવાની ના પાડી હતી જે આરોપીને સારું નહીં લાગતા આરોપીએ ફરિયાદીને ગાળો આપીને છરી બતાવીને છરી મારી દઈશ તેવી ધમકી આપી હતી તેમજ લાકડાના ધોકા વડે ફરિયાદીને માથાના ભાગે બે ઘા મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન રાજકોટ ખસેડાયો
વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતો કરણ કિશોરભાઈ સોલંકી નામનો ૩૨ વર્ષનો યુવાન લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડવાનું કામકાજ કરતો હોય રીક્ષામાં બેસીને તે મોરબી આવ્યો હતો અને અહીં મોરબીના સામાકાંઠે સોઓરડી મેઇન રોડ કલેકટર કચેરી પાસેથી તે રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે રિક્ષામાંથી નિચે પડી ગયો હોય ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં પવિત્ર કુવા પાસે રહેતા પરિવારની પૂનમબેન શૈલેષભાઈ ચુડાસમા નામની ૧૭ વર્ષની યુવતી વધુ પડતી ઊંઘની ટીકડીઓ ખાઈ જતા સારવારમાં સિવિલે ખસેડવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે તેની માતાએ તેણીને કામ બાબતે ઠપકો દેતા પૂનમબેનએ ઉપરોક્ત પગલું કરી લીધું હતું !


મારામારીમાં ઈજા
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ભરત અમરશીભાઈ ભીમાણી (૩૩) ને ઇજાઓ થઈ હોય સારવાર માટે ૧૦૮ વડે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લાલપર ગામે ભગવતી પાર્ક વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલ મારામારીના બનાવમાં રંભાદેવી વકીલસિંગ યાદવ (૩૬) નામની મહિલાને ઇજાઓ પહોંચી હતી અને સામેના પક્ષેથી આ બનાવમાં લક્ષ્મીબેન રામનારાયણ ચોરસીયા (૨૮) અને નેહાબેન દેવેન્દ્રભાઈ ચોરસીયા (૧૮) રહે.ભગવતી પાર્ક લાલપરને પણ ઇજા પહોંચી હોય સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.




Latest News