મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE









મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના મચ્છુ ડેમમાં 15 વર્ષનો બાળક તેના મામા સહિતનાઓની સાથે નહાવા માટે ગયો હતો ત્યારે પગ લપસી જવાથી બાળક પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ફાયરની ટીમે સ્થળ ઉપર આવીને બહાર કાઢ્યો હતો અને બાળકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝ નજીક રહેતા ધનજીભાઈ દેવીપુજકનો 15 વર્ષનો દીકરો સાગર તેના મામા સહિતનાઓની સાથે ભંગારની ફેરી કરવા માટે ગયો હતો અને ત્યાર બાદ સાગર અને તેના મામા સહિત કુલ 3 લોકો મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં નહાવા માટે ગયા હતા ત્યારે પગ લપસી જવાના લીધે સગાર પાણીમાં ડૂબી ગયો હતો ત્યારે તેને બચાવવા માટે તેના મામા સહિતના બે લોકોએ મહેનત કરી હતી જો કે, તે પાણીમાંથી મળી આવેલ ન હતો જેથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ ફાયરની ટીમે સાગરના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે

ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઇનબોક્સ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સાધનાબેન અમરશીભાઈ નિશાદ (21) નામની મહિલાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના પીપળી રોડ પર આવેલ કારખાનામાં રહેતા અને કામ કરતા ભરતભાઈ અમરશીભાઈ ભીમાણી (36) નામના યુવાનને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ મનીષ કાંટા પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News