મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે
મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના મકનસર ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને ગોકુલનગર વિસ્તારમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ પણ કારણોસર તેનું બાઈક થયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં યુવાનને ઈજા થઈ હોવાથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના મકનસર ગામે રહેતા અશોકભાઈ જંજુવાડીયાનો 18 વર્ષનો દીકરો સાગર જંજુવાડીયા બાઇકમાં ગોકુળ નગર તરફ જતો હતો ત્યારે ગત તા. 2/11 ના રોજ બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ફટાકડા બાબતે મારા મારી
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં વિનોદભાઈ રવજીભાઈ ચૌહાણ (30) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફટાકડા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેની પોલીસે નોંધ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાહન અકસ્માત
વાંકાનેર જકાતનાકા પાસે બનેલ વાહન અકસ્માતના બનાવમાં ત્યાં આવેલા લિંબાળા ગામના રાયધનભાઈ સામતભાઈ ગમારા નામના ૨૬ વર્ષના યુવાનને ઇજા થતા સારવારમાં મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે ઢુવા ચોકડી પાસે થયેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા મેરૂભાઈ છન્નાભાઈ દેકાવાડીયા (૨૫) રહે.વાંકાનેરને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારાના વીરપર ગામે રહેતા સવજીભાઈની વાડીએ રહીને ત્યાં મજૂરી કામ કરતાં ભીષણ નવલસિંહ મેડા નામના ૨૫ વર્ષના મજૂર યુવાનને વાડી ખાતે મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય સારવારમાં મોરબી ખસેડાયો હતો.