મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત


SHARE









મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક બાલાજી હાર્ડવેર નામની દુકાનની સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં આધેડને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી ખાતે રહેતા મુન્નાભાઈ રામઆશિષ તિવારી (51) નામના આધેડ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક બાલાજી હાર્ડવેર નામની દુકાનની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં આધેડને ગંભીર ઈજા થઈ હોવાને કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીક આવેલ કેરા વિટ્રીફાઈડ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો નૂરસિંગ બાલસિંગ રાઠવા (43) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.




Latest News