મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા બાળક રાજકોટ સારવારમાં


SHARE









મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા બાળક રાજકોટ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા પરિવારનો બે વર્ષનો બાળક એક માળા જેટલી ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી બાળકને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ખાખરળા ગામે રહેતા હીરાભાઈ દાવરનો બે વર્ષનો દીકરો રોહિત કોઈપણ કારણોસર એકાદ માળની ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે ત્યાર બાદ અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.

વાહન અકસ્માત
મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં દરોગાભાઇ મહિપાલભાઈ ઠાકોર (૨૭) રહે.બેલા તા.મોરબી નામના યુવાનને ઇજા થયેલી હોય સારવારમાં લવાયો હતો.તેમજ મોરબીના પીપળી ગામે મારૂતિ પાર્ક વિસ્તારમાં રહેતા લક્ષ્મીકુમારી શિવમભાઈ નાયક નામની ૧૯ વર્ષાય મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના મકનસર ગામે રહેતો સાગર અશોકભાઈ ઝિંઝવાડીયા નામનો ૧૮ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે ગામ નજીક અકસ્માત બનાવમાં ઇજા પહોંચી હોય મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.

મારામારી
મોરબી તાલુકાના નવાગામ ભક્તિનગર ખાતે મારામારીના બનાવમાં ઈજા પામેલ રોહિત મુન્નાભાઈ ઝીંઝવાડીયા (૧૮) રહે.ભડીયાદને ઈજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના મોટા રામપર ગામે ઘરે વીંછી કરડી જતા મમતાબેન રમેશભાઈ વિકાણી (૧૮) ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ ટંકારાના જ હડમતીયા ગામે કાનજીભાઈ મેરજાની વાડીએ રહીને કામકાજ કરતા વસ્તાભાઈ મગનભાઈ પરમાર (૪૩) દ્વારા ઘરે ગળેફાંસો ખાવા પ્રયાસ કરવામાં આવતા સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે મફતપરા વિસ્તારમાં રહેતા અરવિંદ વિઠ્ઠલભાઈ દેલવાડીયા નામના ૩૫ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News