દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી
SHARE
મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ધામના ટ્રસ્ટી તથા અધ્યક્ષ શ્રી રામ વલ્લભાકુંજ અયોધ્યા ધામ અને અધ્યક્ષ શ્રી ધાર્મિક સમિતિ, રામ જન્મભૂમિ ટ્રસ્ટ-અયોધ્યાના રાજકુમારદાસજી મહારાજે મોરબી આવ્યા હતા અને તેઓએ મોરબીના યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના નિવાસસ્થાને પધરામણી કરી હતી ત્યારે જગદિશ પનારા દ્વારા મહારાજનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે જગદિશ પનારાએ પરમ પૂજ્ય રાજકુમારદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. અને મહારાજની પધરામણીથી પનારા પરિવારના ઘરે ભક્તિમય માહોલ સર્જાયો હતો. ત્યાર બાદ રાજકુમારદાસજી મહારાજ લખધીરગઢ ખાતે આવેલા રામમંદિરે આવ્યા હતા અને ત્યાં ભગવાન શ્રી રામનાં દર્શન કર્યા હતા.