મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો
મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ
SHARE
મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ
મોરબીના રવાપર રોડ ઉપર ઘનશ્યામ માર્કેટ નજીક શેરીમાં ક્રિકેટ સટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી કે સ્થળ ઉપરથી બે શખ્સને 35,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઘનશ્યામ માર્કેટ પાસે ભવાની સોડા વાળી શેરીમાં ટી-ટ્વેન્ટી મહિલા ક્રિકેટ મેચ ઉપર લાઇવ સ્કોર મોબાઇલ ફોનમાં જોઈને ક્રિકેટ સટ્ટો રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી યુસુફભાઈ કાસમભાઈ દલવાણી (49) રહે. કાલિકા પ્લોટ મોરબી અને ઈમ્તિયાઝ ઉર્ફે બાલો અબ્દુલભાઈ ચાનીયા (33) રહે. કાલિકા પ્લોટ મોરબી નામના બે શખ્સ મળી આવ્યા હતા જેથી તેઓને પોલીસે 800 રૂપિયા રોકડા, 35000 ના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 35,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને આ શખ્સોની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ફિરોજ માજોઠી રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી ત્રણેય શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને એક શખ્સને પકડવાનો બાકી હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે
ત્રણ બોટલ દારૂ ઝડપાયો
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં હનુમાનજી મંદિર પાછળ બાલાજી સિલેક્શન વાળી શેરીમાં રહેતા અશ્વિનભાઈ રમણીકભાઈ ગાંભવાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે 4,022 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ રમણીકભાઈ ગાંભવાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.