મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ
મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
SHARE
મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
મોરબીના મહેન્દ્રનગર ગામના વતની અને વિશ્વાસ એક્સપોર્ટના માલિક રાજ ગોધવિયા દ્વારા દિવાળીના બોનસ રૂપે પોતાના સ્ટાફને 50 લાખના વીમા કવચ સાથે નવી એક્ટિવાની અનોખી ભેટ આપવામાં આવી છે. સામાન્ય રીતે દિવાળીએ કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે, પરંતુ રાજ ગોધવિયાએ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારની સુરક્ષા તથા ખુશીને પ્રાથમિકતા આપીને સાચા અર્થમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કર્મચારી માત્ર કંપનીનો હિસ્સો નથી, પરંતુ પરિવારનો એક સભ્ય છે, એ વાત રાજભાઈએ પોતાના કાર્યથી સાબિત કરી છે.