મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ! મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો


SHARE









મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો

મોરબીના ઋષભનગર મેઇન રોડ ઉપર રહેતા પિતા પુત્ર ઉપર ત્રણ શખ્સોએ છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો ત્યારે યુવાનને સાથળના ભાગે છરી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાન અને તેના પિતાને તલવાર વડે ઇજા કરવામાં આવતા ઈજા પામેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 3 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ઋષભનગર મેઇન રોડ ઉપર રહેતા કલ્પેશભાઈ ભુપતભાઈ રવેશિયા (46)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા અને ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. બંને જન કલ્યાણનગર મોરબી તથા એક અજાણ્યો માણસ આમ કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓનું જનકલ્યાણનગરમાં મકાન આવેલું છે તે મકાનનો દસ્તાવેજ કરવા બાબતે આરોપી રાજેન્દ્રસિંહ ફરિયાદીના પિતા સાથે ઝપાઝપી કરી રહ્યા હતા જેથી તેઓ વચ્ચે પડતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી રાજેન્દ્રસિંહ જાડેજા તલવાર લઈને ફરિયાદીના ઘર પાસે શેરીમાં આવ્યો હતો અને ત્યાં તેણે ફરિયાદી અને તેના પિતા ભુપતભાઈને તલવાર વડે ઇજા કરી હતી જ્યારે આરોપી ઓમદેવસિંહે ફરિયાદીને જમણા પગના ભાગે સાથળ ઉપર છરી મારીને ઇજા કરી હતી અને તેને ગાળા ઉપર રાજેન્દ્રસિંહ તલવાર મારવા જતાં ફરિયાદી હાથ વચ્ચે નાખ્યો હતો જેથી હાથની આંગળીમાં ઇજા થઈ હતી તેમજ અજાણ્યા શખ્સે ફરિયાદીને ડાબા પગમાં સાથળના ભાગે ધોકા વડે માર મારીને ઇજા કરી હતી ત્યારે ફરિયાદી બૂમાબૂમ કરતા હુમલાખોરો શખ્સો થાર ગાડી લઈને નાસી ગયા હતા જો કે, જતી વખતે એવી ધમકી આપી હતી કે, "આજ તો તમે બચી ગયા છો, હવે ભેગા થશો તો જાનથી મારી નાખીશું” જેથી ઇજા પામેલા પિતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાની નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News