મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો
મોરબી મહાપાલિકાના વિસ્તારમાં કચરા કનેક્શનનું કામ રાખનાર શ્રીજી એજન્સી દ્વારા કચરા કલેક્શનની કામગીરીમાં 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળ શ્રમયોગીના કામે રાખવામા આવેલ હતો જેથી કરીને જિલ્લાના શ્રમ અધિકારી દ્વારા હાલમાં એજન્સીના માલિક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લાના સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોત્તમભાઈ જોશી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહાનગરપાલિકામાં વેસ્ટ કલેક્શનની ડોર ટુ ડોર કામગીરીનો કોન્ટ્રાક્ટર રાખનાર શ્રીજી એજન્સીના માલિક રમેશચંદ્ર ખીમાભાઈ જોરા રહે. 302 સિદ્ધિ વિનાયક ટાવર ડીસીપી ઓફિસ પાછળ એસજી હાઇવે મકબરા અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ડી માર્ટ પાસે આવેલ ઢોસાની દુકાન પાસેથી મહાપાલિકાનું કચરા કલેક્શનનું વાહન પસાર થતું હતું અને તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા 14 વર્ષથી ઓછી ઉમર ધરાવતા બાળ શ્રમયોગીને કામે રાખવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં એજનસીના માલિક સામે બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અને નિયમન 1986 ની કલમ હેઠળ શ્રમ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે એજન્સીના માલિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.