મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે 


SHARE







































મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે 

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત રહેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા માટે સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલા ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો, ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા ન હોય તેવા બાળકો (Out of School Children) તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો (Children with Special Need) ની ઓળખ, નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટે આ સર્વે કરવામાં આવશે.

આગામી તા. ૦૪/૧૨/૨૦૨૬ થી તા. ૧૦/૧૨/૨૦૨૬ સુધી શાળા કક્ષાએ આ સર્વે હાથ ધરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે સરકારના વિવિધ વિભાગો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને જાહેર જનતાને સક્રિય સહયોગ આપવા સમગ્ર શિક્ષા દ્વારા અનુરોધ કરાયો છે. જો કોઈ નાગરિક કે સંસ્થાના ધ્યાને આવા શાળા બહારના બાળકો આવે, તો નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી (BRC) ભવન ખાતે તુરંત જાણ કરવા જિલ્લા સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે. 
















Latest News