મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ


SHARE







































મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ

મોરબી શહેરના રહેણાંક વિસ્તારો તથા ધાર્મિક સ્થળોની આસપાસ કથિત ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે અને ત્યાં જીવહત્યા કરીને માંસની દુકાનો ચલાવવામાં આવી રહી છે જેથી કરીને આ ગેરકાયદે કતલખાનાઓને બંધ કરવા માટે અગાઉ રજૂઆતો કરવામાં આવેલ છે તો પણ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી અને ગુરુવારે બપોરે શક્તિ ચોક પાસે આવેલ મંદિર નજીકથી માંસના અવશેષો મળી આવ્યા હતા જેથી કરીને હિન્દુ સમાજ અને સંગઠનના આગેવાનોમાં રોષની લાગણી છે અને આવતીકાલે શનિવારે સવારે 11 વાગ્યે મોરબી મહાપાલિકાના પટાંગણમાં હિન્દુ સમાજના લોકોને એકત્રિત થવા માટે આહ્વાન કર્યું છે અને ત્યાં શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

મોરબીમાં ગેરકાયદે કતલખાના ધમધમી રહ્યા છે તેમજ શહેરમાં ઠેરઠેર ઈંડા અને નોનવેજની લારીઓ તથા હોટલો ઊભી થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે જાહેર સ્થળો, રહેણાંક વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ આ પ્રકારની પ્રવૃત્તિઓ ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? આ બાબતે સર્વે હિન્દુ સંગઠનો, હિન્દુ સમાજના આગેવાનો તથા સ્થાનિક રહીશો દ્વારા મોરબી મહાપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી સંતોષકારક અને કાયમી નિરાકરણ આવ્યું નથી. અને તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ જમીની હકીકતમાં કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળતી નથી.

હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા કમિશનર અને ડેપ્યુટી કમિશનરને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, તેઓ પ્રજાના કરવેરાના પૈસાથી પગાર મેળવે છે અને પ્રજાની સુવિધા તથા જાહેર હિત માટે જવાબદાર હોદ્દા પર બેઠા છે. તેમ છતાં જો પ્રજાની લાગણીઓ, સ્થાનિક રહીશોની ફરિયાદો અને ધાર્મિક સ્થળોની પવિત્રતા સાથે જોડાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ બાબત અત્યંત ગંભીર ગણાશે. અને આવતીકાલે શનિવાર, તા. 21 નવેમ્બર 2026ના રોજ સવારે 11:00 વાગ્યે મહાપાલિકાના પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં સર્વે હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, અધિકારીઓ, ભાઈઓ-બહેનો તથા હિન્દુ સમાજના જાગૃત લોકોને એકત્રિત થવા માટે અપીલ કરવામાં આવી છે અને ત્યાં તંત્ર સામે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

ઉલેખનીય છે કે, અત્યાર સુધી જયારે પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટેના આશ્વાસન આપવામાં આવ્યા છે જો કે, હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ કાયદેસરની અને નક્કર કાર્યવાહી જોઈએ. અને મહાનગરપાલિકા તંત્ર જવાબદારી સ્વીકારે અને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવશે. અને આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ જાહેર હિત, કાયદાનું પાલન, જીવદયા અને ધાર્મિક સ્થળોની ગરિમા જાળવવા માટે છે. તેવું સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો જણાવ્યુ છે.














Latest News