વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી પાસે સ્કુટરને હડફેટે લઈને યુવતીનું મોત નિપજાવનારા કાર ચાલકની ધરપકડ


SHARE











ટંકારાના હરબટીયાળી પાસે સ્કુટરને હડફેટે લઈને યુવતીનું મોત નિપજાવનારા કાર ચાલકની ધરપકડ

ટંકારા તાલુકાના હરબટીયાળી નજીક કાર ચાલકે ડબલ સવારીમાં જતા સ્કુટરને હડફેટે લેતા બે યુવતીઓને ઇજાઓ થઈ હતી અને તેમાથી એક યુવતીનું મોત નીપજયું હતું જેથી ટંકારા તાલુકા ઓપલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે કાર ચાલકની ધરપકડ કરેલ છે

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાના હરબટીયાળી નજીક વાહન અકસ્માત સર્જાયો હતો. જેમા ટંકારા તાલુકાના હમિરપર ગામની ચારૂલબેન મનસુખભાઈ ભીમાણી (ઉમર ૨૦) અને તેની સાથે બંગાવડી ગામની હિનાબેન પરમાર સ્કુટર નંબર જીજે ૩૬ એમ ૩૭૪૦ લઈને જતી હતી. ત્યારે હરબટીયાળી નજીક પાછળથી આવતી કાળા કલરની કાર નંબર જીજે ૩૬ બી ૪૧૭૭ ના ચાલકે સ્કુટરને હડફેટે લેતા આર્ય વિદ્યાલય શાળામાં નોકરી કરતી ચારૂબેન ભીમાણી તેમજ હિનાબેન પરમારને ઇજાઓ થઈ હતી જેમાથી રાજકોટ ખાતે ટુંકી સારવાર બાદ ચારૂલબેન ભીમાણીનું મોત નિપજયુ હતું જેથી મૃતક ચારૂલબેનના પિતા મનસુખભાઈ નાનજીભાઈ ભીમાણી રહે. હમીરપર વાળાએ કાળા કલરની ફીગો કારના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવેલી હતી જેના આધારે પોલીસે નિકુંજ પ્રફુલભાઇ ભાલારા (૨૮) રહે, રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News