મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 


SHARE















મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 

મોરબીના કંડલા બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક લઇને જઇ રહેલા પિતા-પુત્રને કાર ચાલકે હડફેટે લેતાં મોરબીના વાવડી રોડ સત્યમપાર્ક વિસ્તારમાં રહેતા સુનીલ રતિલાલ પરમાર (૫૭) અને કૃતાર્થ સુનીલ પરમાર (૭) ને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે રહેતા શોભાબેન પીન્ટુભાઇ મેથાણીયા નામની ૩૫ વર્ષીય મહિલાને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.જયારે રફાળેશ્વર ગામે રહેતા એરાજરામ મોરારામ (૧૯) નામના યુવાનને સાપ કરડી જતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા દયારામભાઈ દેવજીભાઈ દલવાડી નામના ૫૫ વર્ષના આધેડ તેઓના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ હતા ત્યારે તેઓને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર અર્થે રિફર કરાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના મકરાણીવાસમાં રહેતા હસન ઓસમાણ બ્લોચ નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લવાયો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News