મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં
ટંકારાની મીતાણા ચોકડી પાસે ઓવરબ્રીજની પેનલ સાથે બાઈક અથડાતા યુવાનનું મોત
SHARE
ટંકારાની મીતાણા ચોકડી પાસે ઓવરબ્રીજની પેનલ સાથે બાઈક અથડાતા યુવાનનું મોત
ટંકારા તાલુકામાં મીતાણા ચોકડી પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેની સિમેન્ટ પેનલ સાથે યુવાનનું બાઈક અથડાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારાના હમીરપર ગામે રહેતા રૂપસિંગ રાયસિંગ બૂડેદિયા જાતે આદિવાસી (૪૪) પોતાનું બાઇક જેના એન્જીન નંબર ૦૩સી/૮ એમ.ઓ. ૩૩૫૭ વાળું લઈને જતાં હતા ત્યારે મીતાણા ચોકડી પાસે બની રહેલા ઓવરબ્રીજના સિમેન્ટના આર.ઈ. પેનલ (બ્લોક) સાથે પોતાનું બાઇક અથડાતાં યુવાનને માથાના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના ભાઈ માનસિંગ બુડેદીયાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે