વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાથી વધુ ભાડું આપવાનું કહીને જેસીબી મેળવી જમ્મુમાં વેચી નાખનારા અમદાવાદી શખ્સ પાંચ જેસીબી-એક હીટાચી સાથે ઝડપાયો


SHARE











હળવદ તાલુકામાથી વધુ ભાડું આપવાનું કહીને જેસીબી મેળવી જમ્મુમાં વેચી નાખનારા અમદાવાદી શખ્સ પાંચ જેસીબી-એક હીટાચી સાથે ઝડપાયો

(બળદેવ ભરવાડ દ્વારા) મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા યુવાન અને અન્ય એક વ્યક્તિ પાસેથી કુલ મળીને ત્રણ જેસીબી મશીન વધુ ભાડું આપવાની લાલચ આપીને અમદાવાદ અને કચ્છના ત્રણ શખ્સો લાઈયા ગયા હતા પછી તેને ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા જેથી કરીને વિશ્વાસપાત અને છેતરપીંડીની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં માર્ચ માહિનામાં નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે એક શખ્સની છેતરપિંડી કરીને મેળવેલ પાંચ જેસીબી અને એક હીટાચી મશીન સાથે ધરપકડ કરેલ છે અને આ ગેંગ દ્વારા આવી રીતે છેતરપિંડી કરીને ૧૪ જેસીબી અને બે હીટાચી મશીન મેળવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા બેચરભાઇ વેલાભાઇ મુંધવા (ઉવ ૨૪)એ થોડા સમય પહેલા શોહેબ રહે અમદાવાદ અને મહમદઇલીયાસ એમ. શેખ રહે શાહપુર બેલદરવાડ, અમદાવાદ અને  રવિ રતનસિંહભાઇ સોલંકી રહે પ્લોટ ને ૨૦૧ બી, શીવપારા સોસાયટી મેધપુર તાલુકો અંજાર જિલ્લો કચ્છ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જવાવ્યું છે કે, તા ૭/૭/૨૦ ના રોજ બપોરના અગીયાર વાગ્યાના અરસા થી તા ૧૩/૩/૨૧ સુધીમાં આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો પાસેથી જેસીબી મશીન તથા હીટાચી મશીનનું વધુ ભાડાની લાલચ આપી સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરીને લઈ ગયા હતા જેમાં ફરિયાદીના બે જેસીબી મશીન જેની કિંમત ૪૦ લાખ અને સોજીત્રા અરવિંદભાઇ મોહનલાલનું  એક જેસીબી મશીન જેની કિંમત ૨૦,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૬૦ લાખની મશીનરી લઈ ગયા હતા અને ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને વિશ્વાસમાં લઈને ત્યાર બાદ ભાડું આપેલ નથી અને તમામ મશીનોને સગેવગે કરી નાખીને ફરિયાદી તેમજ સાહેદ સાથે વિશ્વાસપાત કરી છેતરપીંડી કરેલ હતી જેની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા

દરમ્યાન હળવદ પોલીસને મોટી સફળતા મળી છે અને  હળવદના ફરિયાદી સાથે છેતરપિંડી કરીને મેળવેલ જેસીબી અને હિટાચિ જમ્મુ કાશ્મીરમાં વેચી નાખ્યા હોવાનું સામે આવ્યું છે વધુમાં એવિ પણ માહિતી સામે આવી છે કે, હળવદ પોલીસે જમ્મુ કાશ્મીરથી હાલ પાંચ જેસીબી અને એક હિટાચી મશીન સાથે મુખ્ય આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ સેખ રહે.શાહપુર અમદાવાદ વાળાની મુંબઈથી ધરપકડ કરેલ છે સૂત્રોના કહેવા પ્રમાણે છેતરપિંડી કરીને ૧૪ જેસીબી અને બે હીટાચી મશીન મેળવ્યા હતા જેમાંથી હજુ ૯ જેસીબી અને એક હીટાચી મશીન કબ્જે લેવાનું બાકી છે જો કે, બે આરોપી રવિ રતન સિંહ સોલંકી અને સોયબને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને હજુ આ કેસમાં કેટલીક ચોકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઈ પી.એ. દેકાવાડીયા, પીએસઆઇ પી.જી. પનારા, કિશોરભાઈ પારધી, લલિતભાઈ પરમાર, સુખદેવભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News