મોરબીની એલ.ઇ. કોલેજમાં વધારાના કોર્ષ શરૂ કરવા માંગ
SHARE
મોરબીની એલ.ઇ. કોલેજમાં વધારાના કોર્ષ શરૂ કરવા માંગ
મોરબીની લખધીરજી એન્જીનારીંગ કોલેજનું જૂની બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે સરકાર દ્વારા ગુજરાતની સૌથી જૂની એન્જીનીયરીગ કોલેજ કે જેનો ખરેખર હેરિટેજમાં સમાવેશ થવો જોઈએ તેની યોગ્ય જાળવણી કરીને ત્યાં જો બીજા વધારાના કોર્ષ ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તેનો સીધો જ લાભ મળી શકે તેમ છે જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા મુખ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી જીલ્લામાં આવેલ એક માત્ર સરકારી એન્જીનીયરીંગ કોલેજ કે જે ભારત આઝાદ થયા પછીની ૧૦ કોલેજ માંહેની એક કોલેજ છે. અને આ કોલેજ મોરબીના મહારાજના સહયોગથી બનેલ છે અને તેઓ દ્વારા મકાન તેમજ જમીનનું મોટું દાન આપીને વિદ્યાર્થીઓ માટે સુવિધા કરી આપવામાં આવી હતી આ કોલેજમાં અભ્યાસ કરીને ઘણા લોકોએ પોતાની કેરિયર બનાવેલ છે. અને ખુબજ પ્રગતી કરેલ છે જો કે, હાલમાં કોલેજમાં માત્ર આઠ કોર્ષ જ ચાલે છે. અને તેમાં પણ હજુ વધારો કરવાની ખાસ જરૂરિયાત છે. તો આ કોલેજમાં ખાસ કરીને મોરબી જેના માટે પ્રખ્યાત છે તે સિરામિક એન્જીનીયરીગનો ડીગ્રી કોર્ષ, તેમજ ટેક્ષટાઈલ એન્જીનીયરીંગનો કોર્ષ, એન્વાયર્મેન્ટ એન્જીનીયરીંગનો કોર્ષ, કોમ્પુટર એન્જીનીયરીંગનો કોર્ષ, ઈલેક્ટ્રોનિક કોમ્યુનીકેશનનો કોર્ષ, મરીન એન્જીનીયરીંગનો કોર્ષ, ઓટો મોબાઈલ એન્જીનીયરીંગનો કોર્ષ. એરોનોટીકલ એન્જીનીયરીંગનો કોર્ષ તેમજ અન્ય જરૂરી કોર્ષ શુરુ કરવાની માગણી કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, ખુબ જ ઓછા ખર્ચમાં અહી બીજા કોર્ષ ચાલુ કરી શકાઈ તેમ છે ત્યારે જો આ કોર્ષ ચાલુ કરવામાં આવશે તો ગરીબ અને માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થાય તેમ છે આ ઉપરાંત મોરબીમાં એક સ્પોર્ટ્સ એકેડેમીની પણ ખાસ જરૂર છે અને તેના માટે કેમ્પસ પણ ત્યાં થઈ શકે તેમ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”