મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક સ્કુલ ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ દ્રારા ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ યોજાયો


SHARE









મોરબીની સાર્થક સ્કુલ ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ દ્રારા ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ યોજાયો

મોરબીની સાર્થક સ્કુલ ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી તેમજ લાયન્સ કલબ ઓફ નઝરબાગ દ્રારા ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ યોજાયો હતો.જેમાં અલગ અલગ ૩૦ જેટલી સ્કુલમાંથી ૩૦ શિક્ષકોએ તારીખ ૧ અને ૨ જુલાઈ એમ બે દિવસ તાલીમ લીધી હતી. આ ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપમાં ૫ જેટલા સરકારી શાળાના પ્રિન્સીપાલોએ પણ ભાગ લીધો હતો. બે દિવસ તાલીમ દરમ્યાન મેળવેલ જ્ઞાન દરેક શિક્ષકો પોતાની સ્કુલમાં ઉપયોગ કરીને બાળકો સુધી આ વાત પહોંચાડે તે આ તાલીમનો મુખ્ય ઉદેશ હતો અને એટલા માટે જ ૧ સ્કુલ ૧ શિક્ષક એવી પસંદગી કરવામાં આવી હતી.

બે દિવસ તાલીમથી પ્રભાવિત થઈ સાર્થક વિધા મંદિરના કિશોરભાઈ શુકલ અને પ્રમોદસિંહ રાણાએ સ્કુલના શિક્ષકો માટે આવો જ બીજો વર્કશોપ યોજવા માટે ઈચ્છા દશૉવી હતી. જે આગામી તારીખ ૨૨ અને ૨૩ જુલાઈના રોજ આયોજન થવા જઈ રહયું છે. આ કાયૅક્રમમાં લાયન્સ કલબના ડ્રિસ્ટીક ગવૅનર વસંતભાઈ મોવલીયા અને ડ્રિસ્ટીક ચેરમેન રાકેશ નાકરાણી ખાસ અમરેલીથી ઉપસ્થિત રહયા હતા.આ ઉપરાંત રમેશભાઈ રુપાલા અને તુષારભાઈ દફતરી પણ હાજર રહયા હતા.

કાયૅક્રમના અંતે આભાર વિધી કલબ પ્રેસીડેન્ટ ડો.પ્રેયશ પંડયાએ ટ્રેનર યોગેશ પોટા (અમદાવાદ) તથા સાર્થક વિધા મંદિરના કિશોરભાઈ શુકલ અને પ્રમોદસિંહ રાણાનો આભાર વ્યકત કર્યો હતો. કાયૅક્રમને સફળ બનાવવા માટે સેક્રેટરી દિનેશ વિડજા, ટ્રેઝરર જયદિપ બારા તેમજ લાયન્સ કલબના સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. જો મોરબી કે આસપાસની કોઈ સ્કુલ સંચાલક આવી ટ્રેનીંગ પોતાના શિક્ષકોને આપવા ઈચ્છતા હોય તો કલબ મેમ્બર ડો.રવીન્દ્ર ભટ્ટનો સંપકૅ કરી શકે છે.જેનો સંપૂર્ણો ખચૅ લાયન્સ કલબ દ્રારા આપવામાં આવશે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News