મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી રામકથામાં રાજકીય આગેવાનોની હાજરીમાં વ્યાસપીઠ, કથાકાર અને પોથીનું અપમાન ?


SHARE













મોરબીમાં ચાલતી રામકથામાં રાજકીય આગેવાનોની હાજરીમાં વ્યાસપીઠ, કથાકાર અને પોથીનું અપમાન ?

મોરબીના ખોખરા હનુમાન ખાતે હાલમાં રામ કથા ચાલી રહી છે દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો કથામાં આવ્યા હતા ત્યારે વ્યાસપીઠ, કથાકાર અને પોથીના અપમાન જેવો ઘાટ સર્જાયો હતો કારણ કે, વ્યાસપીઠની આગળના ભાગમાં રાજકીય આગેવાનો ગોઠવાઈ ગયા હતા જે ખરેખર વ્યાસપીઠ, કથાકાર તેમજ પોથીના અપમાન બરાબર હતું તેવું કથા શ્રવણ કરવા માટે આવેલા ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું હતું

હાલમાં ગામોગામ જુદી જુદી કથાઓના આયોજન કરવામાં આવતા હોય છે જેમાં ભાગવત કથા, રામકથા કે પછી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે જેનું શ્રવણ કરીને લોકો ધન્યતા અનુભવતા હોય છે તેવી જ રીતે મોરબી અને મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ભારતના જુદાજુદા રાજ્યના લોકો માટે મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે હાલમાં ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરમિયાન રામકથામાં રાજકીય કાર્યક્રમ હોય તેવો ઘાટ સર્જાયો હતો કારણ કે, એક બાજુ રામકથાનું કથાકાર કનકેશ્વરી માતાજી રસપાન કરવી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી આવતાની સાથે જ કથા વિરામ કરી દેવામાં આવ્યો હતો અને વ્યાસપીઠની આગળના ભાગમાં જ્યાં પોથી મૂકવામાં આવી હતી તેની આગળના ભાગમાં મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનોને બેસાડવામાં આવ્યા હતા એટલું જ નહીં કથા નહીં પરંતુ રાજકીય કાર્યક્રમ હોય તે પ્રકારનો ઘાટ ત્યાં સર્જાયો હતો જેથી કરીને આ કથાનું રસપાન કરવા માટે દૂર દૂરથી આવેલા લોકોમાં ક્યાંકને ક્યાંક કચવાટની લાગણી જોવા મળી હતી

ખાસ કરીને કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ આ કાર્યક્રમમાં કથાકાર, વ્યાસપીઠ અને પોથી આ બધાનું અપમાન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે અનેક જગ્યાઓ ઉપર કથાનું આયોજન થાય છે ત્યાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત લોકો આવતા હોય છે પરંતુ તેમની બેઠક વ્યવસ્થા કથાકાર, પોથી અને વ્યાસપીઠની આડે નહીં પરંતુ સ્ટેજ ઉપર એક સાઇડમાં કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયાં જે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો અને કથાકાર તેમજ વ્યાસપીઠ અને કથાની પોથીની ગરિમા જાળવવામાં આયોજકો અને વ્યવસ્થાપકો મોટી ચૂક કરી ગયા છે તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી








Latest News