મોરબીમાં ચાલતી રામકથામાં રાજકીય આગેવાનોની હાજરીમાં વ્યાસપીઠ, કથાકાર અને પોથીનું અપમાન ?
વાંકાનેરના હસનપર ગામમાં જુગાર રમતા પાંચ પકડાયા
SHARE
વાંકાનેરના હસનપર ગામમાં જુગાર રમતા પાંચ પકડાયા
શાહરુખ ચૌહાણ દ્વારા. વાંકાનેરના હસનપર ગામની સીમ ખોડીયાર માતાજીના મંદીર પાસે રેઈડ કરી હતી ત્યારે લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા હતા જેથી પોલીસે ૧૫૧૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
વાંકાનેર સીટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને મળેલ હકીકત આધારે હસનપર ગામની સીમ ખોડીયાર માતાજીના મંદીર પાસે રેઈડ કરી હતી ત્યારે લાઈટના અજવાળે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૫,૧૦૦ ના મુદામાલ સાથે જીજ્ઞેશભાઈ જેન્તીભાઈ દારદરા જાતે કોળી (ઉ.૩૩), હકાભાઈ સતાભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉ.૩૦), જીતેશભાઈ વિનુભાઈ સારલા જાતે કોળી (ઉ.૨૫), કાનજીભાઈ છેલાભાઈ સરૈયા જાતે ભરવાડ (ઉ.૩૫) અને દીલીપભાઈ હઠાભાઈ ગમારા જાતે ભરવાડ (ઉ.૩૦)ની ધરપકડ કરી છે અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.